Thursday, January 19, 2012

વાંઝણા

'"વાંઝણા"' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામ ચિખલી થી ૧૨ કિલોમિટર અંતરે (ચિખલી - સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર) આવેલા રાનકુવા ગામથી ૩ કિલોમીટર ઉત્તર દિશામાં ખારેલ જવાના રસ્તે આવ્યું છે. લીલા વૃક્ષ આચ્છાદિત અરબી સમુદ્ર થી ૨૫ કિલોમીટરના અંતરે અને દરિયાની સપાટીથી ૧૫ મિટરની ઊંચાઈએ આવેલું છે. ગામમાં ડાંગર તેમ જ શેરડી મુખ્ય પાક છે અને કેરી, ચીકુની વાડી સાથે કેળા પણ ઝુલે છે. ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસે છે.ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.